MALIYA (Miyana): માળીયાના નાના દહીસરા ગામે દુષ્કર્મના આરોપીના ઘરે રીક્ષા અને મકાનને આગ ચાપી તોડફોડ


“ઘટનાની જાણ થતા જ માળીયા મીયાણા પોલીસ સહિત એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો”

માળીયા મીયાણા તાલુકા ના નાના દહીસરા ગામે ઈરફાન સુમરા નામના વ્યક્તિના ઘરે આંતક મચાવી તોડફોડ કરી રીક્ષા મકાન સહિતની સાધન સામગ્રી ને આગ ચાપી નાના એવા ગામમાં હા હા કાર મચાવી દેવાની ઘટનાની જાણ પોલીસ તંત્રને થતાની સાથે જ નાના દહીસરા ગામે મોરબી એલ.સી.બી., એસ.ઓ.જી. અને માળીયા મીયાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે.ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચા એવી છે કે દુષ્કર્મના આરોપી ઈરફાન સુમરા નું મકાન અને તેના મકાન આસપાસ રીક્ષા સહિત સાધન સામગ્રી તોડફોડ કરી આગ ચાપી ની ઘટના થી નાના એવા દહીસરા ગામે ભારે હા હા કાર મચી ગયો છે ત્યારે એકાએક આગ કોને લગાવી છે કે પછી સ્ટંટ કરવામાં આવ્યું છે તેવી પણ ચર્ચાઓ ચર્ચાના ચકડોળે ચડી છે હાલ તમામ ઘટનાને પોલીસે નોંધ કરી વિશેષ ઝીણવટ ભરી તપાસ શરૂ કરી દીધી છે









