MALIYA (Miyana) માળીયા મિંયાણાના ચીખલી ગામે લગ્ન પ્રસંગમાં થયેલ બોલાચાલી બાદ હુમલો

MALIYA (Miyana) માળીયા મિંયાણાના ચીખલી ગામે લગ્ન પ્રસંગમાં થયેલ બોલાચાલી બાદ હુમલો : આઠ ધાયલ
બે દિવસ પહેલા લગ્નપ્રસંગે બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી ધારીયા કુહાડી જેવા તિક્ષ્ણ હથીયારોથી ટોળાએ હુમલો કરતા સામસામે આઠ ધાયલને સારવારમા ખસેડાયા હતા

માળીયા મિંયાણાના ચીખલી ગામે રહેતા જામ રહેમાનભાઈ હાસમભાઈના ધરે લગ્નપ્રસંગ હોવાથી કંકોત્રી આપવા બાબતે યુવાનોમા બોલાચાલી થતા છેલ્લા બે દિવસથી બને પક્ષના યુવાનોમા રકઝક ચાલતી હતી ત્યારે આ બનાવે ગંભીરરુપ ધારણ કરતા માલાણી પરીવારનુ ટોળુ ધારીયા પાઈપ કુહાડી જેવા હથિયારો લઈને જામ રહેમાન હાસમભાઈના ધરે પહોચી જતા બને પરીવારો વચ્ચે ધીંગાણુ ખેલાતા જામ રહેમાન હાસમભાઈ- જામ નુરાલી હાસમભાઈ- જામ જુસબ હાસમભાઈ- જામ શબીર રહેમાનભાઈ અને જામ નાઝીર રહેમાનભાઈ આ પાંચેયને હથીયારથી ઈજા થતા પ્રથમ જેતપર આરોગ્ય કેન્દ્ર ત્યાથી મોરબી સીવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડાતા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ જણાતા રાજકોટની હોસ્પીટલમા સારવાર માટે રિફર કરવામા આવ્યા હતા તેમજ સામાપક્ષે ઈરફાન અકબર માલાણી-મહેબુબ હબીબ માલાણી અને ફરીદાબેન અકબર માલાણીને ઈજાઓ થતા મોરબીની સીવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામા આવ્યા હતા આ બનાવ બનતા માળીયા મિંયાણા પોલીસ મોરબી હોસ્પીટલે દોડી આવી બને પક્ષોના નિવેદન લઈને બનેની પોલીસ ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરાઈ








