MALIYA (Miyana):માળિયામાં ઉછીના રૂપિયા પરત લેવા બાબતે યુવાનને મારમાર્યો

MALIYA (Miyana):માળિયામાં ઉછીના રૂપિયા પરત લેવા બાબતે યુવાનને મારમાર્યો
માળિયાના મોટા દહીંસરા ગામે યુવાને એક ઇસમ પાસેથી બે વર્ષ પૂર્વે રૂપિયા ઉછીના લીધા હતા જે પરત માંગતા હાલ સગવડ નથી પછી આપી દેવાનું કહેતા આરોપી હોકી સાથે આવી યુવાનને માર માર્યો હતો જે બનાવ મામલે ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મોટા દહીંસરા ગામના રહેવાસી પ્રકાશ કુંવરજીભાઈ સોમાણીએ આરોપી શૈલેષ ભરત સોની, બિગા સોની રહે બંને જંગી તા. ભચાઉ અને એક અજાણ્યો ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૩ ના રોજ રાત્રીના દશ=સાડા દશેક વાગ્યે શૈલેષ સોનીનો ફોન આવ્યો જેને તું ઉછીના દશ હજાર લીધા હત તે રૂપિયા આપી દેજે કહેતા ફરિયાદી પ્રકાશે હાલ સગવડ નથી જેથી આરોપીએ તારા ઘરે આવું છું કહીને ફોન કાપી નાખ્યો હતો અને રાત્રીના અગિયારેક વાગ્યે આરોપી શૈલેષ, બીગાભાઈ અને અજાણ્યો ઇસમ આવી પિતાને ફોન કરી ઘર પાસે બોલાવ્યા હતા અને પિતાએ શૈલેષ સોનીને હાલ પૈસાની સગવડ નથી સગવડ થશે ત્યારે રૂપિયા આપી દેશું કહેતા ત્રણેક ઉશ્કેરાઈ જઈને ગાળો આપી હોકી જેવું હથિયાર લઈને આવ્યા હોય જેના વડે ફરિયાદી પ્રકાશને માથામાં મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું અને નીચે પડી જતા ત્રણેક ભાગી ગયા હતા જેથી યુવાનને સારવાર માટે મોરબી હોસ્પિટલ ખસેડાયો હતો આમ આજથી બે વર્ષ પૂર્વે શૈલેષ સોની પાસેથી દસ હજાર રૂપિયા ઉછીના લીધેલ હોય જે પાછા માંગતા યુવાને પછી આપી દેવાનું કહેતા ત્રણેય આરોપીઓએ માથાકૂટ કરી હોકી વડે માથામાં મારી ઈજા કરી હતી માળિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે








