MALIYA (Miyana):માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર બે ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો

માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર હરીપર ગામ નજીક આવેલ રેલવે ઓવરબ્રિજ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવતા ટ્રક ટ્રેઇલરના ચાલકે પુલ ઉપર રાખેલ ડિવાઈડર ક્રોસ કરી સામેથી આવતા ટ્રક સાથે અથડાવતાં ટ્રક ટ્રેઇલરનો આગળનો ભાગ તૂટી ગયો હતો અને ટ્રક ટ્રેઇલરનો ચાલક તેમાં દબાય જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર માળીયા(મી)-કચ્છ હાઇવે ઉપર હરીપર ગામ નજીક રેલવેનો બ્રિજ બનવાનું કામ ચાલુ હોય ત્યારે કચ્છ તરફથી પૂર ઝડપે આવતા ટ્રક ટ્રેઇલર રજી. જીજે-૧૨-બીએકસ-૭૭૬૪ ના ડ્રાઇવર પપ્પુકુમાર લાલમુની યાદવ રહે. ઉતરપ્રદેશ વાળાએ પોતાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીદગી જોખમાઇ તે રીતે ચલાવી ડીવાઇડર ક્રોસ કરી સામેથી આવતા ટ્રક ટ્રેઇલર નંબર- જીજે-૧૨-બીડબલ્યુ-૪૪૩૬માં બોડીના ભાગે ભટકાડતા ટ્રક ટ્રેઇલરની આગળની કેબિનનો અડધો ભાગ તૂટી ગયો હતો અને ચાલક પપ્પુકુમાર યાદવ કેબીનમાં દબાય જતા તેને આજુબાજુમાં એકત્ર થયેલ માણસો દ્વારા બહાર કાઢયો હતો. પપ્પુકુમારને પેટના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા ૧૦૮માં માળીયા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યો હતો. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટના અંગે ટ્રક ટ્રેઇલર નંબર- જીજે-૧૨-બીડબલ્યુ-૪૪૩૬ના ચાલક બુલારામ પુરખારામ માન્જુ ઉવ.૫૧ રહે. ઉપરલા તા-ચોહટન જી.બારમેર(રાજસ્થાન્)ની ફરિયાદના આધારે માળીયા(મી) પોલીસે મરણ જનાર ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.