MALIYA (Miyana):માળિયા નજીકથી ગૌરક્ષકોની ટીમે 35 પાડાઓને બચાવી લીધા: બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ

માળિયા નજીકથી ગૌરક્ષકોની ટીમે ટૂંકા દોરડાથી પશુને ક્રૂર રીતે બાંધી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહિ રાખીને પશુની હેરાફેરી કરવામાં આવતી હોય જે વાહનને ઝડપી લઈને ૩૫ પાડાને બચાવી લીધા હતા જે પશુ તેમજ વાહન સહીત ૨.૭૦ લાખનો મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે અને બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબીની વેરાઈ શેરીમાં રહેતા ચેતન ચંદ્રકાંતભાઈ પાટડીયાએ આરોપી ઈમ્તિયાઝ અજીજ મેમણને કાદર હુસેન કુરેશી રહે બંને અમદાવાદ વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૦૯ ના રાત્રીના એક વાગ્યાના અરસામાં ફરિયાદી ચેતનભાઈ પાટડીયા, કમલેશભાઈ બોરીચા, વૈભવભાઈ સહિતના ગૌરક્ષકોની ટીમ અણીયારી ટોલનાકા પાસે હોય ત્યારે માહિતી મળી હતી કે કચ્છ તરફથી અમદાવાદ એક તાલપત્રી બાંધેલ આઈસર ગાડી જીજે ૧૮ બીટી ૬૨૫૮ પસાર થવાની છે જેમાં પશુઓ ભરીને આવે છે જેથી ગૌરક્ષકોએ ગાડી ઉભી રખાઈ મોરબી કંટ્રોલ રૂમને જાણ કરી હતી જેથી માળિયા પોલીસ ટીમ આવી ગઈ હતીજે ગાડીમાં એક ચાલક અને એક ઇસમ એમ કુલ બે હાજર હતા તાલપત્રી હટાવી જોતા આઈસર ગાડીમાં ટૂંકા દોરડાથી ક્રુરતાપૂર્વક કુલ ૩૫ પાડા બાંધેલ હતા જેના માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખી ના હતી ગાડીનો ચાલક ઈમ્તિયાઝ મેમણ અને બીજા ઇસમનું નામ કાદર કુરેશી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે બંને ઇસમોને ઝડપી લઈને પશુ તેમજ વાહન સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (1), ડી,ઈ,એફ,એચ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે








