MALIYA (Miyana):માળિયાના અણીયારી ટોલનાકા નજીકથી ગૌરક્ષકોની ટીમે પશુની હેરાફેરી કરતા વાહનને ઝડપી લીધું

MALIYA (Miyana):માળિયાના અણીયારી ટોલનાકા નજીકથી ગૌરક્ષકોની ટીમે પશુની હેરાફેરી કરતા વાહનને ઝડપી લીધું
માળિયા તાલુકાના અણીયારી ટોલનાકા નજીકથી ગૌરક્ષકોની ટીમે પશુની હેરાફેરી કરતા વાહનને ઝડપી લીધું હતું અને મુદામાલ તેમજ બે ઇસમોને પોલીસ મથકમાં સોપવામાં આવ્યા હતા ત્યારે પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ પશુ ક્રુરતા મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયાએ આરોપી જાવીદ જાકીર શાહ (ઉ.વ.૨૬) અને સફાન ઈરફાન છીપા ઉ.વ.૨૪) રહે બંને અમદાવાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે બંને આરોપીઓ પતની આઈસર જીજે ૦૧ એચટી ૫૬૧૫ ના ઠાઠામાં કોઈ આધાર પુરાવા વગર હલનચલન કરી ના કરી સકે તેવી રીતે ટૂંકા દોરડા વડે બાંધી ઘાસચારા અને પાણીની વ્યવસ્થા રાખ્યા વગર ક્રુરતાપૂર્વક બાંધી આઈસર ગાડીમાં ૨૩ જીવ ની હેરાફેરી કરતા મળી આવ્યા હતા માળિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ ક્રુરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (1) ડી,ઈ,એફ,એચ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે








