GUJARATMORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતી વ્યક્તિને આપદા મિત્રો તેમજ ફાયરની ટીમ દ્વારા બચાવાઈ

MALIYA (Miyana):માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતી વ્યક્તિને આપદા મિત્રો તેમજ ફાયરની ટીમ દ્વારા બચાવાઈ

આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે માળિયા મિયાણા ખાતે મોકલીનું આયોજન કરાયું

મોરબી મોરબી જિલ્લામાં માળિયા મીયાણા નજીક આવેલ મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને બચાવી આપાતકાલી સેવાઓ સમયસર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

માળીયા મીયાણા મામલતદારશ્રી કે.વી. સાનિયા ના જણાવ્યા અનુસાર માળીયા નજીક આવેલ મચ્છુ નદીમાં નહાવા પડતા એક વ્યક્તિ ડુબવા લાગ્યો હતો જેની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ અને આપદા મિત્રોની ટીમ બચાવ માટે દોડી આવી હતી. આ સાથે જ ઘટના સ્થળે માળિયા મામલતદાર કચેરીની ટીમ તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. ઘટના સ્થળે પહોંચી ફાયરની ટીમ દ્વારા ડુબતી વ્યક્તિને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તે વ્યક્તિને સલામત રેસ્ક્યુ કરી સમયસર સારવાર મળી રહે તે માટે માળિયા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવામાં આવતા હાલ તે વ્યક્તિ હેમખેમ સલામત છે.

[wptube id="1252022"]
Back to top button