MALIYA (Miyana) :માળીયા મીયાણા ખાતે મા આશાપુરાના દર્શન અર્થે જતા પદયાત્રીઓને મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી શરબત પીવડાવીને એકતાનો આપ્યો સંદેશ

માળીયા મીયાણા ખાતે મા આશાપુરાના દર્શન અર્થે જતા પદયાત્રીઓને મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી શરબત પીવડાવીને એકતાનો આપ્યો સંદેશ

આરીફ દિવાન મોરબી: સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં એકતા ના પ્રતીક હિંદુ મુસ્લિમ સમાજના તહેવારો નિમિત્તે એકતા ભાઈચારાના દર્શન સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હિંદુ મુસ્લિમ સમાજના વાર તહેવારે દર્શન થતા હોય છે તેમાં ખાસ કરી સૌરાષ્ટ્રની કોમી એકતા નું સ્થાન દર હિન્દુ મુસ્લિમ સમાજના તહેવાર નિમિત્તે જોવા મળતા હોય છે તેવી જ રીતે કચ્છના હાજીપીર ઉષૅ નિમિત્તે અને મા આશાપુરા દર્શન જતા શ્રદ્ધાળુઓ માસાપુરાના ભક્તો દ્વારા ભક્તિ ભાવે પગપાળા સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રના વિવિધ શહેર જિલ્લામાંથી પગપાળા પદયાત્રીઓ કચ્છના રણ વિસ્તારમાં દર્શન અંતર્ગત દર વર્ષે આવતા હોય છે ત્યાં એકતાના દર્શન અચૂક જોવા મળતા હોય છે તેવી જ રીતે માળીયા મીયાણા ખાતે પોલીસ ટીમ સાથે મુસ્લિમ સમાજ દ્વારા મા આશાપુરાના દર્શનાર્થે જતા પદયાત્રીઓને ઠંડા પાણી શરબત ચા પાણી નું વિતરણ કરી મુસ્લિમ સમાજ દ્વારા એકતા ભાઈચારાની ઓળખ આપી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે









