GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળીયા(મી)ના નવાગામની સીમમાંથી એક ઈસમ જામગરી બંદૂક સાથે ઝડપાયો

માળીયા(મી)ના નવાગામની સીમમાંથી એક ઈસમ જામગરી બંદૂક સાથે ઝડપાયો
મોરબી એસઓજી પોલીસ ટીમે બાતમીને આધારે માળીયા(મી)ના નવાગામની સીમમાંથી એક શખ્સ પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ હસ્તગત કરી માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસ ટીમને મળેલ બાતમીને આધારે આરોપી આમદભાઇ રસુલભાઇ જેડા નવાગામ સામાકાંઠા વાળી સીમમાં આરોપીના ખેતરના શેઢે તા.માળીયા જી.મોરબીને ગે.કા.રીતે લાયસન્સ કે પરવાના વગરની દેશી બનાવટની જામગરી બંદુક (હથિયાર)નંગ-૧ કિં.રૂ.૨૦૦૦/- ની સાથે ઝડપી લઇ હસ્તગત કરી માળીયા(મી) પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]








