HALVADMORBIMORBI CITY / TALUKO

બિપરઝોય વાવાઝોડા સમયે ફરજમાં બેદરકારી દાખવનાર હળવદના તાલુકાના ચંદ્રગઢ ગામના મહીલા તલાટી મંત્રી બી.એ. પટેલને સસ્પેન્ડ કરાયા

બિપરઝોય વાવાઝોડા સમયે ફરજમાં બેદરકારી દાખવનાર હળવદના તાલુકાના ચંદ્રગઢ ગામના મહીલા તલાટી મંત્રી બી.એ. પટેલને સસ્પેન્ડ કરાયા

સ્પષ્ટ સુચના છતા અન અઘિકૃત ગેરહાજરી બદલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાએ તેમને ફરજ મોકુફ કરી ખાતાકીય તપાસ કરવાનો નિર્ણય કર્યો રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

 


મોરબી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની સંભાવના હોવાના કારણે જિલ્લા પંચાયત કચેરી, મોરબી હસ્તકના તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીને હેડ કવાર્ટરમાં હાજર રહેવા અને તાકીદના સમયે સ્ટેન્ડ બાય રહેવા મોરબી જિલ્લા વિકાસ અઘિકારીશ્રી ડી.ડી. જાડેજા દ્રારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.

તેમ છતા હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામના તલાટી કમ-મંત્રી શ્રીમતિ બી.એ. પટેલ હેડકવાર્ટર ખાતે કોઇ પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહ્યા હોવાનું જિલ્લા વિકાસ અઘિકારીશ્રી ડી.ડી. જાડેજાના ઘ્યાને આવતા બિપોરજોય વાવાઝોડા જેવી ગંભીર પરિસ્થિતિ દરમિયાન શ્રીમતિ બી.એ.પટેલની ફરજમાં અન અઘિકૃત ગેરહાજરી બદલ તેઓને ફરજ મોફુફી હેઠળ મુકવાનો જિલ્લા વિકાસ અઘિકારીશ્રી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાતાકીય તપાસ હાથ ઘરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button