
TANKARA મીતાણા નજીક વાહનો રોકી સ્થાનિકોએ રોડ ચકકાજામ કર્યો

રાજકોટ મોરબી હાઈવે પર મીતાણા ગામ નજીક આજે અકસ્માત સર્જાયો હતો અવારનવાર અકસ્માતો સર્જાતા હોય જેથી સ્થાનિકોમાં રોષ ભભૂક્યો હતો અને સ્પીડ બ્રેકર મુકવાની માંગ સાથે લોકોએ વાહનો રોકી ચકકાજામ કર્યો હતો સ્થાનિકોના આંદોલનને પગલે હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી જેને પગલે ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી

તો આંદોલનને પગલે ટંકારાના આગેવાનો દોડી ગયા હતા અને લોકોને સમજાવ્યા હતા તેમજ સ્પીડ બ્રેકર મુકવાની માંગ અન્વયે આર એન્ડ બી વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી જેથી હાલ મામલો થાળે પડ્યો છે અને લોકોનું આંદોલન પૂર્ણ થતા પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવતા હાલ વાહન વ્યવહાર પુનઃ શરુ કરવામાં આવ્યો છે
[wptube id="1252022"]








