MORBIMORBI CITY / TALUKO
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે ચકલીનાં માળા અને પાણીનાં કુંડા વિતરણ

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે ચકલીનાં માળા અને પાણીનાં કુંડા વિતરણ રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબીની પશુપક્ષી અને પર્યાવરણ પ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે આવતીકાલ તારીખ 9 એપ્રિલ રવિવાર , સવારે 9 થી 11,શતેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા સર્કલ પાસે સનાળા રોડ, મોરબી ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે પક્ષીઓનાં માળા અને પાણીનાં કુંડા વિતરણ કરવામાં આવશે
અત્યારના ઉનાળામાં ધોમ ધખતા તાપમાં પક્ષીઓને રહેવા માટે ચકલીના માળા અને પક્ષીઓની તૃષા સંતૃપ્ત કરવા પાણી નાં કુંડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તો મોરબીની જનતાને આ પક્ષીઓનાં માળા અને પાણીનાં કુંડા પોતાના ઘરે લઈ જઈ આ સેવાકાર્યમાં સહભાગી બને તેવી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી પરિવાર વતી લાગણી વ્યકત કરવામાં આવેલ છે

[wptube id="1252022"]








