
લાયન્સ ક્લબ મોરબી સિટીને વિશ વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવ નું આયોજન કરાયું..

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી ની સ્થાપના ના 20 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી પ્રજ્ઞાચક્ષુ
પુનરવશન સંસ્થા લક્ષ્મીનગર ખાતે કરવામાં આવી. આ તકે પ્રજ્ઞાચક્ષુ પુનર વશન લક્ષ્મીનગર ખાતે સર્વે પ્રજ્ઞાચક્ષુ પરિવાર મિત્રો ની ઉપસ્થિતિમાં તેમને સમૂહ ભોજન કરાવી, સંસ્થામાં આર્થિક યોગદાન આપી કરવામાં આવ્યો સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સિટી નાં ચાર્ટર મેમ્બર એટલે આ સંસ્થાના પાયાના પથ્થર કહી શકાય એવા મેમ્બર લા. ભીખાભાઈ લોરીયા સાહેબ, લા.ભવાનભાઈ વરમોરા લા.ધનજીભાઈનાયકપરા લા.વશરામભાઈ ચીખલીયા અને લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખશ્રી કેશુભાઈ દેત્રોજાનું ચાર્ટર મેમ્બર તરીકે પુષ્પ ગુચ્છ આપી સાલ ઓઢાડી વિશે સન્માન ,લાયન્સ ઇન્ટરનેશનલ નાં સૌરાષ્ટ્ર કરછ નાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા અને ક્લબના સર્વે સભ્યો ની ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું. ત્યારે આજના આ શુભ દિવસે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તરફથી ત્રણ દિવ્યાંગ લોકોને ટ્રાયઈસીકલ પણ આપવામાં આવી આ ટ્રાયસિકલ ના દાતા તરીકે લાયન્સ ક્લબ મોરબી સિટીના પૂર્વ પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી કે.જી. કુંડારીયા સાહેબ તરફથી આર્થિક યોગદાન મળેલ

આમ છેલ્લા વીસ વર્ષ થી અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિ સંસ્થા દ્વારા ચાલે છે ત્યારે સંસ્થા નાં પાયાના પથ્થર અને સર્વે મેમ્બરો હરહંમેશ તન મન ધન થી યોગદાન આપેછે .તેમજ સમાજના બહુ બધા લોકો અને સમાજ શ્રેષ્ઠીઓ તરફથી મળતા આર્થિક યોગદાન થી સંસ્થા ચાલતી હોય છે આમ અવાર નવાર સેવાકીય પ્રોજેક્ટ માં જેમનું પણ સમયનુ અને આર્થિક યોગદાન છે એવા તમામ લોકોનો લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનાં સેક્રેટરી શ્રી ટી.સી. ફૂલતરીયા દ્વારા સંસ્થા વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ તેવું જણાવેલ








