
વાંકાનેરની રાણેકપર પ્રાથમિક શાળામાં સિંહ દિવસની ઉજવણી

સાવજ ગરજે સાવજ ગરજે ગીર કાંઠા નો કેશરી ગરજે..
આજરોજ રાણેકપર પ્રાથમિક શાળામાં 10 ઓગસ્ટ એટલે કે સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી.સરકારશ્રીના આદેશ અનુસાર “મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત ગામમાં શાળા ના બાળકો દ્વારા રેલી કાઢવામાં આવી ત્યારબાદ પંચાયત બિલ્ડીંગ પાસે “પંચપ્રણ પ્રતિજ્ઞા “લેવા સૌ ગ્રામજનો એકત્ર થયા.આ ગામના સરપંચ હુસેનભાઇ તથા તલાટી મંત્રી પી. એલ. સોલંકી હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અનિલભાઈ પનારા દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો અશ્વિનભાઈ, રણજીતભાઈ,અંજનાબેન તથા નરેન્દ્રભાઈએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]








