HALVADMORBIMORBI CITY / TALUKO

લે .બોલો…4 મહિના માં જ નવો બનાવેલો રોડ તૂટી ગયો ??

લે .બોલો…4 મહિના માં જ નવો બનાવેલો રોડ તૂટી ગયો ??

2 લાખ 74 હજાર માથી કેટલા રૂપિયા નું કામ થયું એ પણ સવાલ !

નવા માલણીયાદ ગામે બનેલ રોડ માં ભ્રષ્ટાચાર એ માંજા મૂકી જેનું જીવતુંજાગતુ ઉદાહરણ નવા માલણીયાદ ગામે સોસાયટીના બાયપાસ રોડથી ટપુ ઈશ્વરના ઘર સુધી બનાવેલા રોડમાં પોપડા ઉખડી ગયા છે. જે રોડ માત્ર ચાર મહિના પહેલા જ બનાવવામાં આવ્યો છે. જેની ગ્રાન્ટ 15માં નાણાપંચમાં અંદાજિત 2 લાખ 74 હજાર રૂપિયા હતી. પરંતુ હવે રોડ તૂટી ગયા બાદ સમારકામ કોના ખર્ચે થશે અને રોડની ગુણવત્તા યોગ્ય રીતે થાય તે કોની જવાબદારી હતી.


હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વિકાસના કામમાં લોલમલોલ ચાલતુ હોવાનું સામે આવ્યું છે. જેમાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાં સોસાયટીના બાયપાસ રોડથી ટપુ ઈશ્વરના ઘર સુધી આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ રોડમાં લોટ પાણી અને લાકડા કરીને મોટાપાયે પંચાયતે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ખુલ્લુ પડ્યું છે. જોકે પંચાયત જ કામગીરી કરતી હોય ત્યારે સરકારી નાણાંનો વેડફાટ થયેલો છે. તે કોના ખર્ચે રોડનું સમારકામ કરવામાં આવશે. રોડની ગુણવત્તા ચકાસણીની જવાબદારી કોની. સરપંચની, તલાટી કમ મંત્રીની, બાંધકામ શાખાના એન્જીનીયરની, તાલુકા વિકાસ અધિકારીની કે પછી માર્ગ અને મકાન વિભાગના અધિકારીની જેની પણ જવાબદારી હોય ક્યાંકને ક્યાંક જવાબદારીમાંથી ઉણું ઉતરતા નવા માલણીયાદ ગામની જનતાને સરકારી સુવિધાનો લાભ મળે તે પહેલા જ આરસીસી રોડ બનાવેલો ધૂળધાણી થયો છે.

ભારે વાહન ચાલવાથી રોડ તૂટી ગયો હોવાની ચર્ચા નવા માલણીયાદ ગામે આરસીસી રોડ તુટી જતા ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ જાગી છે. જેમાં ગ્રામજનો એવું પણ રટણ કરી રહ્યાં છે. કે ભારેખમ વાહનો ચાલવાથી રોડ તુટી ગયો છે. ત્યારે રોડ પર વાહનો જ ચાલે એ પણ લોકોએ ભુલવું ના જોઈએ. વાહનો ચલાવવા માટે તો રોડ બનાવવામાં આવતા હોય છે

વિશાલ જયસ્વાલ હળવદ

[wptube id="1252022"]
Back to top button