GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બંધુનગરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ

અક્ષતથી વધાવી કંકુ છાંટણા કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને આવકારાયો મોરબીના બંધુનગરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ

“છેવાડાના લોકોને સરકારની યોજનાઓના લાભ આપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવીશું”

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી

ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ પ્રતિજ્ઞા લીધી, વિવિધ યોજનાના લાભથી લોકોને લાભન્વિત કરાયા

દેશના ઘર ઘર સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના હેતુથી સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અનવ્યે મોરબી તાલુકાના બંધુનગર, માળિયા તાલુના કુંતાસી અને વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બંધુનગર ગામે આવેલા રથનો પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં કંકુ છાંટણા કરી અક્ષતથી વધાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘીએ જણાવ્યું હતું કે, આ ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓનો લાભ અને તેની માહિતી લોકો સુધી પહોંચાડવાનો છે. ત્યારે આપણે પણ છેવાડાના લોકો સુધી માહિતી આપી આ યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં સહકાર આપી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળ બનાવવા સૌને અપીલ કરી હતી. સરકાર લોકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ બનાવે છે. ત્યારે આ યોજનાઓ તમામ ઘર ઘર સુધી પહોંચાડવા માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાર્થક બની રહેશે.
આ પ્રસંગે બંધુનગર પ્રાથમિક શાળા ખાતે આવેલા રથ થકી સૌ ગ્રામજનો અને ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરોલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળ્યો હતો. સૌ ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી અને ગામના યુવાનો દ્વારા રજૂ કરેલ વસુધેવ કુટુંબકમ્ નાટક નિહાળ્યો હતો.


આ પ્રસંગે પોષણ યોજના, પશુપાલન, સોઈલ હેલ્થ કાર્ડ, ટીબી નિક્ષય વગેરે યોજનાના લાભાર્થીઓ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણ માટે સર્ટીફીકેટ, વ્હાલી દીકરી યોજનાના હુકમો, આયુષ્માન કાર્ડ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અન્વયે હેલ્થ કેમ્પ, પશુ હેલ્થ કેમ્પ, ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન તેમજ રસીકરણ માટેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી પ્રવીણભાઈ ટમારિયા, જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એચ. ડાંગર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્ર્મસિંહ ચૌહાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી કવિતાબેન દવે, જિલ્લા પંચાયતના સભ્યશ્રી જયંતિભાઈ પડસુંબિયા, અગ્રણીશ્રી નરેન્દ્રસિંહ ઝાલા, બંધુનગર ગામના સરપંચશ્રી શૈલેશભાઈ દલસાણીયા આસપાસના ગામના સરપંચશ્રીઓ તેમજ પદાધિકારીશ્રી/અધિકારીશ્રી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button