
કરણી સેનાનાં સંસ્થાપક સ્વ. લોકેન્દ્રસિંહ કાલવીને મોરબીમાં શ્રદ્ધાંજલી અપાઈ
રિપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 
ક્ષત્રિય સમાજનાં રાષ્ટ્રીય આગેવાન અને શ્રી રાજપૂત કરણી સેનાનાં સ્થાપક શ્રી લોકેન્દ્રસિંહ કાલવીનું રાજસ્થાનનાં જયપુર ખાતે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં બ્રેઇન સ્ટ્રોકની સારવાર દરમિયાન દુઃખદ અવસાન નીપજતા સમગ્ર દેશના ક્ષત્રિય સમાજમાં શોકનું મોજુ કરી વળ્યુ હતું. ત્યારે મોરબીમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા લોકેન્દ્રસિંહ કાલવી સાહેબને શ્રદ્ધાંજલી રૂપે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે મોરબી જિલ્લા શ્રી રાજપૂત કરણી સેનાના પ્રભારી દસરથસિંહ ઝાલા, મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રભારી ભગીરથસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા તેમજ મોરબી તાલુકા પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા, માળીયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ટીમ તેમજ મોરબી જિલ્લા સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ બ્રિજરાજસિંહ ઝાલા તેમજ મોરબી શહેર ટીમ ટંકારા તાલુકા ટીમ વાંકાનેર તાલુકા ટીમ તેમજ મોરબી રાજપૂત યુવા સંઘ ટીમ મોરબી રાજપૂત સમાજના ભાજપના આગેવાનો તેમજ રાજપૂત સમાજના કોંગ્રેસના આગેવાનો તેમજ રાજપૂત સમાજના વડીલોને આગેવાનો ઉપસ્થિત રહી મોંક્ષા અર્થેમાં કરણી ને પ્રાર્થના કરી હતી.









