MORBI:આવતી કાલે મોરબીમાં ક્ષત્રિય મહા સંમેલન યોજાશે
રાજપૂત કરણી સેના મોરબી દ્વારા આવતીકાલે તારીખ 21 એપ્રિલ રવિવારના રોજ સાંજે 4 વાગ્યે મધુપુર મેલડી માંના મંદીર ખાતે ‘નવા એજન્ડા’ સાથે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલે અગાઉ રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન બાદ પણ કોઈ પ્રભાવી અસર ન પડતા હવે ક્ષત્રિય સમજે રણનીતિ બદલી ભાજપ સામે જંગ છેડયો છે. વધુમાં આવતીકાલે મોરબી ખાતે યોજાનર સંમેલનમાં મોરબી જિલ્લા, શહેર અને આજુ બાજુના બધા વિસ્તારના રાજપુત કરણી સેનાના તમામ હોદેદારો, સાથે અન્ય રાજપુત સમાજની સંસ્થાના હોદેદારો અને રાજપુત સમાજના યુવાન અને વડીલોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહાસંમેલન બાદ ભોજનની વ્યવસ્થા પણ ગોઠવવામા આવી છે ત્યારે આવતીકાલની બેઠક ઉપર મીટ મંડાઈ છે.








