WANKANER:વાંકાનેર ની અમરસિંહજી હાઈસ્કૂલમાં કૃષિ મેળો મહોત્સવ 2023 યોજાયો

વાંકાનેર ની અમરસિંહજી હાઈસ્કૂલમાં કૃષિ મેળો મહોત્સવ 2023 યોજાયો
“સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓને લાભ માટેના સ્ટોર સેન્ટર શરૂ કરાયા હતા”

વાંકાનેર ખાતે આવેલ અમરસિંહજી હાઇસ્કુલ માં કૃષિ મેળો 2023 મહોત્સવ યોજાયો હતો જેમાં વાંકાનેર પંથક ખેડૂતો અને સ્થાનિક વાંકાનેર શહેર ના વિવિધ અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના માધ્યમથી મળતી યોજનાઓ અંગેના સપોર્ટ સેન્ટર મંડપો નાખી શરૂ કરવામાં આવ્યા હતા જેમાં રાજ્ય સરકાર દ્વારા મળતી યોજનાઓ વૃદ્ધ પેન્શન રેશનકાર્ડ માં નામ સુધારા વધારા સહિત ઘણી બધી યોજનાઓ સાથે વિવિધ મહિલા વૃદ્ધો બાળકો ખેડૂતો ના કાર્યક્રમમાં અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્યો સભ્યો સરપંચો પાલિકા મામલતદાર કલેક્ટર કચેરીના હોદ્દેદારો કર્મચારીઓ સમગ્ર વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ અને ખેડૂતો સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે કાર્યક્રમ અંતર્ગત તસવીરમાં દ્રશ્યમાન થાય છે








