TANKARA:ટંકારા તાલુકા કક્ષાના આંબેડકર ભવન નું ખાત મુહુર્ત અને લોકાર્પણ.

TANKARA:ટંકારા તાલુકા કક્ષાના આંબેડકર ભવન નું ખાત મુહુર્ત અને લોકાર્પણ.

ગત તારીખ આઠ ના રોજ ટંકારા ખાતે જિલ્લા પંચાયત “સામાજીક ન્યાય સમિતિ ચેરમેન” ની ન્યાય નિધિ ગ્રાન્ટ વર્ષ – ૨૦૨૨-૨૦૨૩ ની મંજુર થયેલ હતી. જેનુ લતીપર ચોકડી નજીક,અનુસૂચિત જાતિ સમાજ ની જગ્યામાં ટંકારા/પડધરી મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દુર્લભજી ભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, ઉપ પ્રમુખ હીરાભાઈ ટમારિયા, જિલ્લા સામાજીક ન્યાય સમિતિના અઘ્યક્ષ કમળા બહેન અશોકભાઈ ચાવડા, ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ અંદરપા, ટંકારા સરપંચ શ્રી,ઉપસરપંચ શ્રી તાલુકા પંચાયત સદસ્ય શ્રી અને રાજકીય આગેવાનો દ્વારા ખાત મુહુર્ત કરવામા આવ્યુ હતું. સાથે સાથે ધારાસભ્ય શ્રી દ્વારા નવનિર્મિત હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.તેમજ આ તકે પ્રાંગણમાં પેવર બ્લોક પાથરવા માટે ધારાસભ્ય શ્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા પાંચ પાંચ લાખ રૂપિયા ની ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી હતી.જેની અશોક ભાઈ ચાવડા દ્વારા સરાહના કરવામા આવી હતી તેમજ લોકલાડીલા સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ટંકારાના આંબેડકર હોલ માટે કરેલ કામગીરીની પ્રશંસા કરી હતી.અશોકભાઇ ચાવડાએ નવા બનતા ટંકારા તાલુકા કક્ષા ના આંબેડકર હોલ માટે તન મન અને ધનથી સહકાર આપી ટંકારા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ એક મજબુત સમાજ બની અન્ય સમાજ માટે પ્રેરણા રૂપ બનવા ટકોર કરી હતી તેમજ વ્યસનો થી દુર રહી બાળકોને ભણાવી શિક્ષિત સમાજ બનવા દ્રષ્ટાંતો આપ્યા હતા.જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી એ પ્રાસંગિક પ્રવચન થકી સમાજ ઉત્થાન ની વાત કરી હતી.ત્રીસ લાખના ખર્ચે બાવીસો સ્કેર ફૂટ નો વિશાળ હોલ બનાવી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ ટંકારા ને સામાજીક કાર્યો કરવા માટે અર્પણ કરવામાં આવશે.

આંબેડકર ભવન ના ખાત મુહુર્ત સમયે અશોકભાઈ ચાવડા, બાબુભાઈ પરમાર,નાગજીભાઈ, રમેશભાઈ રાઠોડ, જેન્તીભાઇ સારેસા, પ્રવીણભાઈ, મુકેશભાઈ, કાળુભાઇ, મહેશભાઈ, કૌશિક ભાઈ, યોગ ટ્રેનર કંચન બહેન,વાલજીભાઈ સોલંકી,હેમંતભાઈ ચાવડા, જસવંત ભાઈ તેમજ ટંકારા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ ના યુવાનો , વડીલ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા.








