GUJARATMORBI

સંભવિત વરસાદને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

સંભવિત વરસાદને ધ્યાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો માટેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવો

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ અંશત: વાદળછાયા વાતાવરણ સાથે નહીવત્ત પ્રમાણ વરસાદ આવે તેવી શક્યતા છે. માટે જો ખરીફ પાકોમાં પાણીની ખેંચ જણાય તો હળવું પિયત અથવા ફુવારા કે ટપક પદ્ધતિથી પિયત કરી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો.

 સમયસર આંતરખેડ કરવી તેમજ નિંદણ નિયંત્રણ માટેના યોગ્ય પગલા લેવા. જેમ જેમ છોડ પરિપક્વ થતાં જાય તેમ તેમ કાપણી કરવી જેથી ભેજનો સંગ્રહ થઇ શકે. જમીનમાં પ્રાપ્ય ભેજ જાળવવા પાકમાં પારવણી કરી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટાડવી. જમીનમાં ભેજનો સંગ્રહ થાય તે માટે પૂરતા પગલા લેવા. ઊભા પાકમાં ભેજ બચાવવા ઘઉંના કુંવર, મગફળીની ફોતરી તેમજ અન્ય હાથવગી ખેત આડપેદાશનું શકય હોય ત્યાં જમીન ઉપર આવરણ(મલ્ચિંગ) કરવું. પિયતની ઉપલબ્ધતા હોય ત્યાં પાકની કટોકટીની અવસ્થાએ જીવનરક્ષક પિયત આપવું. એકાન્‍તરે ચાસે પિયત આપવું. ભેજની ખેંચ હોય ત્યારે કોઈપણ પ્રકારના ખાતરનો છંટકાવ કરવો નહી. વરસાદના અભાવે જમીનમાં ભેજની ખેંચ હોય ત્યાં ઉભા પાકને સૂક્ષ્મ પિયત પદ્ધતિ (ટપક અથવા ફુવારા પિયત પદ્ધતિ) થી પિયત આપવું.

 ખેડુતોએ વધુ જાણકારી મેળવવા જે-તે વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ કે.વી.કે./ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(.વિ)/નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર–૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button