વાંકાનેર : ટ્રેનમાં મુસાફરી દરમિયાન અધવચ્ચે ઉતરી જતા વૃદ્ધનું પરિવાર સાથે મિલન કારવતી સીટી પોલીસની શી ટિમ

વાંકાનેર : ટ્રેનમાં મુસાફરી દરમિયાન અધવચ્ચે ઉતરી જતા વૃદ્ધનું પરિવાર સાથે મિલન કારવતી સીટી પોલીસની શી ટિમ
ઓખા રામેશ્વર ટ્રેનમાં મુસાફરી દરમિયાન વાંકાનેર નજીક ઉતરી ગયેલ વૃદ્ધ મહિલાનું તેમના પરિવાર સાથે વાંકાનેર પોલીસની શી ટીમે મિલન કરાવ્યું.

વિગત મુજબ ઓખા રામેશ્વરમ ટ્રેનમાં રાજકોટથી અમદાવાદ વચ્ચે મુસાફરી કરી રહેલ ઉમા લાષ્મીબેન ગુમથતા અમદાવાદ પોલીસ દ્વારા શોધખોળ માટે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી જેના આધારે વાંકાનેર પોલીસ દ્વારા તેમને શોધવા ચક્રોગતિમાન કરી જેતે વિસ્તારમાં વૃદ્ધના ફોટો બતાવી શોધવા તજવીજ હાથ ધરવામાં આવી તે દરમિયાન પોલીસને તે વૃદ્ધ રાજવડલાની સીમમાં ગયા હોય તેવા સમાચાર મળતા ત્યાંના ડુંગરાળ વિસ્તારમાં તપાસ કરતા અર્ધ બેભાન હાલતમાં મળી આવેલ જેને તુરંત જ સીટી પોલીસ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરી સારવાર આપી અમદાવાદ પોલીસને જાણ કરી તેમના પરિવાર સાથે મિલન કરવી તેમની પરિવારના સભ્ય તરીકે સાર સંભાળ લીધી હતી









