MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

કુંતાસીના કાનજીભાઈ અઘારાનું અવસાન થતાં ચક્ષુદાન કરી સ્તુત્ય પગલું

કુંતાસીના કાનજીભાઈ અઘારાનું અવસાન થતાં ચક્ષુદાન કરી સ્તુત્ય પગલું

વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર, વૈદિક યજ્ઞ, સાર્વજનિક ભોજનના બદલે સામાજિક સેવા કાર્ય થકી સાચી શ્રધાંજલિ


મોરબી, આજકાલ લોકો મૃત્યુ બાદ પણ પોતાના અંગો થકી અન્ય લોકોમાં જીવી શકાય,મૃત્યુ બાદ અન્ય લોકોને મદદરૂપ થઇ શકાય,આ મોંઘો મનુષ્યદેહ મૃત્યુ બાદ પણ કોઈને કામ આવે એ માટે ચક્ષુદાન,અંગદાન,દેહદાન જેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે ત્યારે કુંતાસી(રાજપર) ના અઘારા પરિવારના મોભી કાનજીભાઈ અઘારાનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતાં હર હંમેશ સેવાકાર્યોમાં અગ્રેસર વિપુલભાઈ અઘારા આચાર્ય માણેકવાડા પ્રા. શાળા તેમજ સહ કાર્યવાહ આર.એસ.એસ. રાજકોટ વિભાગ તેમજ તેમના મોટાભાઈ દીપકભાઈ અઘારા તેમજ અઘારા પરિવારના સભ્યોએ તાત્કાલિક નિર્ણય લઈ ચક્ષુદાન કરી કોઈ પ્રજ્ઞાચક્ષુ દુનિયા દેખી શકે એ માટે સ્તુત્ય પગલું ભર્યું છે,આ ઉપરાંત વૈદિક શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કર્યા અને સદ્ ગતના મોક્ષાર્થે તેમજ જગતના કલ્યાર્થે વૈદિક યજ્ઞ,તેમજ આજકાલ મૃત્યુ બાદ સાર્વજનિક ભોજનનું ભવ્ય આયોજન કરે છે એને તિલાંજલી આપી સામાજિક સેવા, જરૂરિયાતમંદોને મદદરૂપ થવા જેવા સેવકાર્યોનો સંકલ્પ કરી નૂતન,સ્તુત્ય અને પ્રેરણારૂપ પગલાં સાથે અઘારા પરિવારે સમાજને નવો રાહ ચિંધ્યો છે.

[wptube id="1252022"]
Back to top button