Kachchh:ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કરોડોના ખર્ચે નવા રોડ બનાવવાની મંજૂરી આધોઈ થી નરા નો રોડ બનાવવા લોકોની માંગણી!

Gujrat:ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં કરોડોના ખર્ચે નવા રોડ બનાવવાની મંજૂરી આધોઈ થી નરા નો રોડ બનાવવા લોકોની માંગણી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાતમાં ચૂંટણી અત્યાર સહિતા જાહેર થાય તે પહેલા ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તાર અને છેવાડાના વિસ્તારોમાં રોડ રતાને ટનાટન બનાવવા માટે રૂબરૂ ત્રણ હજાર આઠસો બેતાલીસ કરોડના કામોને મંજૂર કર્યા છે જેમાં સરહદી ગામો, બોર્ડર વિલેજ વિસ્તારમાં રોડ બનાવવાનું આયોજન છે તો ચોમાસામાં ઘણા ગામોમાં સંપર્ક તૂટી જાય છે તેવી વિગતો ધ્યાનમાં લઈને આ રોડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આવો એક રોડ કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં આધોઈ થી ગમડાઉ-નરા રોડ છે. આ રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે અને આ રોડ માં ચોમાસામાં બે ઉંડા વોંકળા નાં પાણી પસાર થાય છે. ત્યારે આ રોડ ઉપર અવરજવર બંધ થઈ જાય છે અને સંપર્ક તુટી જાય છે.
આ બાબતે વાત કરીએ તો રોડથી અંદરના ભાગે આવેલા આધોઈ થી નરા સુધીનો આશરે દશ કીલોમીટર નો રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે ટુ વ્હીલર કે ફોરવીલ કે થ્રી વ્હીલર કંઈ બાજુ ચલાવવું? તે સ્પષ્ટ ન થઈ શકે તેવા નાના મોટા ખાડા પડી ગયા છે. તેમજ આ રોડ ઉપર ગમડાઉ ગામ પાસે અને આધોઈ થીં ગમડાઉ નરા જતાં રોડ એક એમ બે ઉંડા વોંકળા આવે છે અને ચોમાસામાં આ બન્ને વોંકળામાંથી પાણી રોડ ઉપર પસાર થાય ત્યારે રોડની અવરજવર બંધ થઈ જાય છે.વોંકળાની ઉંડાઇ એટલી હદે છે કે છકડો રિક્ષા જેવાં વાહનો વજન સાથે વોંકળાનો કાંઠો ચડી શકતા નથી તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ચોમાસામાં બહુ વરસાદ પડે છે ત્યારે આ બંને મોકળા માં પાણી આવે છે અને તે પાણીમાં ખૂબ જ તાણ હોય છે એટલે કોઈ પણ માણસ પાણીમાં પડવાની હિંમત કરતો નથી. ત્યારે ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારના અને છેવાડાના વિસ્તારોના રોડ રસ્તા નવા બનાવવા ની લીલી ઝંડી આપી છે ત્યારે આ રોડ અને આવા રોડના વોંકળા ઉપર પુલીયા બનાવવા ની મંજૂરી મળી છે કે નહીં? તે જાણી શકાયું નથી પણ આ વિસ્તારના લોકો ની લાગણી અને માંગણી છે કે આ વિસ્તારનો રોડ બને અને બન્ને વોંકળા ઉપર પુલીયા બને. ત્યારે સરકાર ના આ અભિગમમાં આ રોડનો સમાવેશ થયો હોય તેવું લોકો ઈચ્છે છે.