
Gujarat:ઈફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા નો ભવ્ય વિજય
ઈફકો ડિરેક્ટરની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. બિપિન પટેલ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. આજે ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઇ છે. જણાવી દઈએ કે 180માંથી જયેશ રાદડિયાના ખાતે 113 મત પડયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી બે ટર્મથી ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા ચૂંટાતા આવ્યા છે. ત્યારે આ વખતે પણ સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. ભાજપ દ્વારા બિપીન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું હતું.આમ છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. આથી આ ચૂંટણી પર સૌની નજર હતી અને એક જંગ જામ્યો હતો. ત્યારે બીપીન ગોતાને 67 મત મળ્યા જયેશભાઈ રાદડિયા નો 46 મતોથી વિજય
[wptube id="1252022"]








