
“મચ્છુ મિત્ર મંડળ”ટંકારા દ્વારા જન્માષ્ટમી ની શોભાયાત્રા હર્ષો ઉલ્લાસથી કાઢવામાં આવી

ટંકારા ગામે “મચ્છુ મિત્ર મંડળ”ટંકારા દ્વારા કૃષ્ણ ભગવાન ના રથને શણગારી ડી જે ના તાલ સાથે દેરીનાકે થી શહેરના વિવિધ માર્ગો પર થી જન્માષ્ટમી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દેરીનાકે મચ્છુ મિત્ર મંડળ દ્વારા આકર્ષક ફ્લોટ રાખવામા આવ્યો હતો.”હિન્દુ- મુસ્લિમ એકતા”ની મિશાલ સમા કોમી એખલાસ જળવાઈ રહે તેવી ભાવના થી રાજબાઇ ચોક અને મેઈન બજારમાં ઠંડુ પાણી અને લછીનું શાનદાર આયોજન તેમજ “જન્માષ્ટમી સમિતિ ટંકારા”નું તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઇ અબ્રાણી, આમદભાઈ માડકિયા, એડવોકેટ સિરાજભાઈ, ફિરોજભાઈ “અપને”અને માસુમ કમિટી દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીના પાવન પર્વની “જન્માષ્ટમી સમિતિ ટંકારા “દ્વારા હર્ષો ઉલ્લાસ થી શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો આકર્ષક સુશોભન વડે શણગારવા માં આવ્યા હતા. અસહ્ય બફારો, ઉકળાટ અને ગરમ વાતાવરણમાં ગ્રામજનો દ્વારા દયાનંદ ચોક, મેઈન બજાર,ત્રણ હાટડી, ખાડિયા વાસમાં ઠેર ઠેર ઠંડા પીણા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામા આવી હતી.
મચ્છુ મિત્ર મંડળ દ્વારા દયાનંદ ચોકમાં અને ત્રણ હાટડી એ મટકી ફોડનો કાર્યક્ર્મ યોજયો હતો. શોભાયાત્રામાં નંદ ભયો, નંદ ભયો જય કનૈયા લાલ કી ના ગગન ભેદી નારા લાગ્યા હતાં. ઉગમણા નાકે “જય વેલનાથ ગ્રુપ” ના અરવિંદ ભુવા, શૈલેષ નટુભાઈ, મેંદાભાઇ ડાભી, મગન પરમાર, મકવાણા મુકેશ, ઉધરેજા જીજ્ઞેશ અને કોળી સમાજ અગ્રણી દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ મસાલેદાર લચ્છી નું આયોજન કરવામાં આવ્યું હતુ.
શોભાયાત્રામાં ટંકારા તાલુકા અને ટંકારા ગામનાં લોકોએ હર્સોઉલ્લાસ પૂર્વક ભાગ લીધો હતો. દેરીનાકે મટકી ફોડી શોભાયાત્રા પુર્ણ કરવા માં આવી હતી.
ટંકારા પોલીસ દ્વારા શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેની પુરતી તકેદારી રાખવામાં આવી હતી. ગ્રામજનોએ પોલીસ બંદોબસ્ત ની સરાહનીય કામગીરી ને બિરદાવી હતી. તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભાવિન ભાઈ સેજપાલ, સરપંચ શ્રી ગોરધનભાઈ,ઉપસરપંચ પ્રતિનિધી શ્રી હેમંતભાઈ ચાવડા, પુર્વ સરપંચ શ્રી કાનાભાઈ, સદસ્ય શ્રી રશ્મીકાંત, જયેશભાઈ પત્રકાર,ભદાભાઈ માલધારી,હમીરભાઇ માલધારી, વેપારી અગ્રણીઓ,ટંકારા ગ્રામ અને તાલુકાનાં સેકડો લોકો હોંશભેર શોભાયાત્રામાં જોડાયા હતાં.









