GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીની જે.એ.પટેલ મહિલા કોલેજ દ્વારા વર્લ્ડ માસ્ટર કોમ્પિટિશન યોજાઈ

MORBI:મોરબીની જે.એ.પટેલ મહિલા કોલેજ દ્વારા વર્લ્ડ માસ્ટર કોમ્પિટિશન યોજાઈ
મોરબીની જે.એ.પટેલ મહિલા કોલેજ દ્વારા આજરોજ વર્લ્ડ માસ્ટર કોમ્પિટિશન યોજાઇ હતી. જેમાં અંગ્રેજીના શબ્દ ભંડોળની શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત કોલેજ વચ્ચે આંતર કોલેજ હરિફાઈ યોજવામાં આવી હતી. જેમાં આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજની વિદ્યાર્થીની ફીચડીયા મહેક, મદભાણી આયુષી, મારૂ ધારા વીજેતા જાહેર થયા હતા. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન ડો.આર.ડી.કાલરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. સાયન્સ કોલેજના પ્રિન્સિપલ આરતી રોહનએ આ સ્પર્ધાનું પરિણામ જાહેર કર્યું હતું. જે.એ.પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો.પી.કે.પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અને અંગ્રેજી ભાષામાં અભિરૂચિ કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
[wptube id="1252022"]