TANKARA:ટંકારા વાહન ચોરીના ગુનામાં પાંચ વર્ષથી નાસ્તો ફરતો ઇસમ ઝડપાયો

TANKARA:ટંકારા વાહન ચોરીના ગુનામાં પાંચ વર્ષથી નાસ્તો ફરતો ઇસમ ઝડપાયો
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ટંકારા પોલીસ મથકના બોલેરો ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જીલ્લાના દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા ટંકારા પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરાઈ છે.

મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડને ખાનગીરાહે હકિકત મળેલ કે, ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વર્ષ ૨૦૧૯માં બોલેરો વાહન ચોરીના ગુનાનો નાસતો ફરતો આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી અર્જુનસિંહ ગુલાબસિંહ રાજપુત હાલ બનાસકાંઠા જીલ્લાના દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાઘડાચા ગામની સીમમાં ચેક ડેમ બનાવવાની કન્ટ્રકશન સાઇડ ચાલતી હોય ત્યા હોવાની ચોકકસ હકિકત મળતા જે મળેલ હકિકતના સ્થળે જઈ તપાસ કરતા આરોપી અર્જુનસિંહ ગુલાબસિંહ ખોજરાજસિંહ સોઢા ઉવ.૨૮ રહે. ડેડુસર તા.ચોહટન જી.બાડમેર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથકમાં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.