HALVADMORBIMORBI CITY / TALUKO

 Halvad:હળવદના ચાડધ્રા ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી તથા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી હળવદ પોલીસ

Halvad:હળવદના ચાડધ્રા ગામની સીમમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી તથા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી હળવદ પોલીસ વિશાલ જયસ્વાલ હળવદ 

હળવદ પોલીસ ઇન્સપેક્ટર આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી હળવદ પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. એ.એન.સીસોદીયા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો પ્રોહી અંગેના સફળ કેશો શોધી કાઢવા હળવદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે આરોપીની કબ્જા ભોગવટા વાળી વાડીની બાજુમાં આવેલ ખરાબામાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી તથા ઈંગ્લીશદારૂનો જથ્થો પકડી પાડી કુલ કિં.રૂ.૨૫, ૨૬૦/- નો મુદામાલ આરોપી સાથે કબજે કરી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપી સંજયભાઈ કાંતીભાઈ ગેડાણી જાતે કોળી ઉ.વ.૨૪ ધંધો.ખેતી રહે. રાયસંગપર તા.હળવદ જી.મોરબી ઝડપી પાડયો

Oplus_0

કબજો કરેલ મુદ્દામાલ ગરમ આથો આશરે લિટર ૧૦૦ કી.રૂ.૨૦૦/- ઠંડો આથો લીટર આશરે ૨૩૫૫ કી.રૂ.૪૭૧૦/- દેશી દારૂ લિટર ૪૫ કીરૂ.૯૦૦/- ભઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયું નંગ-૧ કિ.રૂ.૧૦૦ તથા ગેસનો બાટલો નંગ-૧ કીરૂ.૨૦૦૦/- તથા એક ગેસનો યુલો રેગ્યુલેટર નળી સાથે નંગ-૧ કીરૂ.૧૦૦૦/- ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશદારૂના White Lace Vodka FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૧૮૦ એમ.એલ.ના ના ચપલા નંગ-૯૬ કિં.રૂ.૯૬૦૦/-ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશદારૂની બોટલો 8 PM SPECIAL RARE WHISKY FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૧૨ કિં.રૂ.૪૫૦૦/-ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશદારૂની GREEN LABEL THE RICH BLEND WHISKY FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલ નંગ-૬ કિં.રૂ.૨૨૫૦/- આ કામગીરી આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સપેકટર હળવદ પો.સ્ટે. તથા એ.એસ.આઈ. અજીતસિંહ એન.સીસોદીયા તથા પો.કોન્સ. દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા બીપીનભાઈ મંગળભાઈ પરમાર તથા યુવરાજસિંહ નીરુભા જાડેજા તથા કમલેશભાઈ રાજુભાઈ પરમાર તથા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button