MORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:મોરબીના જુના જાંબુડીયા ગામ નજીક વિદેશી દારૂ-બીયર બોટલો સાથે ઇસમ ઝડપાયો 

MORBI:મોરબીના જુના જાંબુડીયા ગામ નજીક વિદેશી દારૂ-બીયર બોટલો સાથે ઇસમ ઝડપાયો

મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમમાં આવેલ સનફલાવર કારખાના સામે બાવળની કાંટમાંથી વિદેશી દારૂ-બીયરની બોટલ તથા ટીનના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સને મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે દરોડો પાડી દબોચી લેવાયો છે. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂ-બીયરની ૯૧ નંગ બોટલ કબ્જે લઇ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ ટીમને સંયુકતરાહે મળેલ બાતમી હકીકત આધારે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી.એમ.બગડા સહિતની ટીમે દરોડો પાડી મોરબી તાલુકાના જુના જાંબુડીયા ગામની સીમમાં સનફલાવર કારખાના સામે બાવળની કાંટમાં વેચાણ અર્થે છુપાવી રાખેલ વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે આરોપી સોનુભાઇ અમરૂભાઇ અમલીયાર ઉવ.૨૯ રહે-કલીપુર થાના-કલ્યાણપુરા પોસ્ટ ઓફિસ-ભગોર જી.જાંબુઆ મધ્યપ્રદેશને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસના દરોડા દરમિયાન સ્થળ ઉપરથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૪૭ કિં.રૂ.૩૯,૯૫૦/- તથા બીયરના ટીન નંગ-૪૪ એમ ઇગ્લીશ દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ ૯૧ નંગ જેની કૂલ કિ.રૂ.૪૪,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સોનુ અમલીયાર વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.

[wptube id="1252022"]
Back to top button