GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના નવા જાંબુડીયા ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઇસમ ઝડપાયો 

MORBI:મોરબીના નવા જાંબુડીયા ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઇસમ ઝડપાયો

મોરબીના નવા જાંબુડીયા ગામે શક્તિપરામાં આવેલ રહેણાંકમાં તાલુકા પોલીસે રેઇડ કરી વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે મોરબી તાલુકાના નવા જાંબુડીયા શક્તિપરા ઓકટ્રી હોટલ પાછળ આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂની બેગપાઈપર વ્હિસ્કીની શીલપેક ૨૪નંગ બોટલનો જથ્થો વેચાણ અર્થે રાખતા આરોપી કરણભાઇ ગંગારામભાઇ મકવાણા ઉવ.૨૩ની સ્થળ ઉપરથી અટકાયત કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button