MORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારા ધુનડા(સ) ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

TANKARA:ટંકારા ધુનડા(સ) ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે ધુનડા(સ) ગામે ચતુરભાઈ પ્રવીણભાઈ પંચાસરા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય તે મુજબની બાતમીને આધારે તાત્કાલિક ટંકારા પોલીસ ટીમ દ્વારા ધુનડા(સ) ગામે રહેણાંકમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૬ નંગ બોટલ મળી આવી હતી, જેથી તુરંત આરોપી ચતુરભાઈ પ્રવીણભાઈ પંચાસરા ઉવ.૨૭ રહે.ધુનડા(સ) તા.ટંકારાની સ્થળ ઉપરથી અટક કરી હતી. આ સાથે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ અટક કરાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
[wptube id="1252022"]








