
MORBI:મોરબીના રફાળેશ્વર-પાનેલી રોડ ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે ઈસમ ઝડપાયો
મોરબી તાલુકા પોલીસ ટીમ ચોરીના બનાવો અનુસંધાને પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામની સીમમાં રફાળેશ્વર-પાનેલી રોડ ચોકડી પાસેથી એક કાળા કલરનું નંબર પ્લેટ વગરના બીક સાથે એક ઇસમ નીકળતા બાઈકના કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે પોકેટ કોપમાં સર્ચ કરતા બાઈક યુસુફ લોખંડવાલા રહે મોરબી વાળાની માલિકીનું હોવાનું જણાઈ આવ્યું હતું જે બાઈક માલિકનો સંપર્ક કરતા બાઈક ૨૦૨૨ માં ચોરી થયાનું ખુલ્યું હતું અને એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવેલ હોય જે રેકોર્ડની ખરાઈ કરતા બાઈક એ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું જેથી તાલુકા પોલીસે આરોપી ઝાલાભાઇ રામજીભાઈ ઇન્દરીયા (ઉ.વ.૪૯) રહે જાંબુડિયા તા. મોરબી વાળાને ઝડપી લઈને બાઈક કીમત રૂ ૨૦ હજાર કબજે લીધું છે
[wptube id="1252022"]