GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના છત્તર ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

TANKARA:ટંકારાના છત્તર ગામ નજીક વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન છત્તર ગામે આવેલ જીઆઇડીસી સામે જીઈબીના સબસ્ટેશન પાસે શંકાસ્પદ હાલતમાં બાઈક રજી. GJ-03-AG-3636 પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા બાઈકના હુકમાં પ્લાસ્ટિકની થેલી હોય જેની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની ચાર બોટલ મળી આવી હતી. આ સાથે બાઈક ચાલક આરોપી દેવકરણભાઇ ઉર્ફે પ્રફુલભાઇ રામુભાઇ પરમાર ઉવ.૨૭ રહે.છતર તા.ટંકારા જી.મોરબીની અટક કરી, વિદેશી દારૂની ચાર બોટલ કિ.૧૬૦૦ તથા બાઈક કિ.રૂ. ૩૦,૦૦૦/- કુલ રૂ.૩૧,૬૦૦/-નો મુદામાલ કબ્જ કરી ટંકારા પોલીસ મથકમાં પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
[wptube id="1252022"]