GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સર્કિટ હાઉસ પાસેથી ચોરીના ૧૨ મોબાઇલ તથા ચોરાઉ બાઈક સાથે ઇસમ ઝડપાયો

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે માળીયા ફાટક સર્કિટ હાઉસ પાસેથી એક રીઢા મોબાઇલ ચોરને ચોરાઉ બાઈક સાથે ઝડપી લઇ આરોપીની અંગ ઝડતીમાં ચોરીના અલગ અલગ કંપનીના ૧૨ મોબાઇલ મળી આવતા તમામ મોબાઇલ ચોરીથી મેળવેલની કબૂલાત આપતા પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી પોલીસ ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, આરોપી રાકેશ ભુપતભાઇ રહે.મોરબી,સામાકાંઠે જે મોરબી જીલ્લા વિસ્તારમાં આવેલ સિરામીક એકમોમાં મજુરીકામ કરતા મજુરની ઓરડીમાંથી તથા માણસોની નજર ચૂકવી ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલ ફોન સાથે મોરબી સર્કીટ હાઉસ સામે રોડ ઉપરથી મોબાઇલ ફોન વેચવા કે સગેવગે કરવાની પેરવી કરવા આવવાનો હોય જે મળેલ હકીકત આધારે પોલીસ ટીમ વોચમાં હોય તે દરમિયાન રાકેશ ભુપતભાઇ સકેરા હીરો હોન્ડા કંપનીનું મોટર સાયકલ રજી.GJ-27-AQ-4982 ઉપર આવતા જેને રોકી તેની ઝડતી તપાસ કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના કુલ મોબાઇલ ફોન નંગ -૧૨ મળી આવેલ તથા તેની પાસે રહેલ મો.સા. ના કાગળો તથા આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવતા તેને મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ તેણે અલગ અલગ તારીખ સમયે અલગ અલગ વિસ્તાર ખાસ કરી પાવરયાળી, ઢુવા માટેલ રોડ ઉપર આવેલ કારખાનાની મજુરોની ઓરડીઓમાંથી આ મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી સેરવીને મેળવેલ હોવાનુ હોવાનુ જણાવતા હોય જેથી પકડાયેલ આરોપી રાકેશ ભુપતભાઇ સકેરા ઉવ-૨૦ રહે.સામાકાંઠે, કુળદેવી પાન પાછળ, મફતીયાપરા, મોરબી-૦૨, પાસેથી અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ.૮૧,૦૦૦/- તથા મો.સા. કિ.રૂ. ૧૦,૦૦૦/- નું મળી કુલ રૂ. ૯૧,૦૦૦/- નો મુદામાલ સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબજે કરી મોરબી સિટી બી ડિવી. પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button