MORBI:મોરબીના મચ્છુ ૨ ડેમ રીપેરીંગ કામગીરીને પગલે પાણી વિતરણ અનિયમિતા રહેવાની સંભાવના
MORBI:મોરબીના મચ્છુ ૨ ડેમ રીપેરીંગ કામગીરીને પગલે પાણી વિતરણ અનિયમિતા રહેવાની સંભાવના
મોરબી નગરપાલિકાની યાદી જણાવે છે કે મોરબી શહેરને પાણી પુરુ પાડતા મચ્છુ-૨ ડેમ હાલે રીપેરીંગ કામ અર્થે ખાલી કરવામાં આવેલ હોવાથી હાલે શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત રહેવાની સંભાવના છે જેથી નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે પાણીનો બગાડ ન થાય અને શક્ય તેટલો પાણી નો દુરઉપયોગ ન થાય તે રીતે પાણીનો ઉપયોગ કરવા જાણ કરવામાં આવી છે

મોરબી નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણી આપવાના સમયમાં પણ ધટાડો કરવામાં આવશે અને પાણીનો ટાઇમ પણ થોડા સમય માટે અનિયમિત રહેશે. જેથી લોકોએ આ બાબતો ધ્યાને લેવા વિનંતી છે.મોરબી નગરપાલિકા દ્વારા ઉનાળાની સ્થિતિને ધ્યાને લઈ લોકોને શક્ય ત્યાં સુધી પાણી માટે કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે રીતે હાલે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. પાણી વિતરણ વ્યવવસ્થા સૌની યોજના આધારિત હાલે હોવાથી થોડી અનિયમિતા રહેવાની શક્યતા હોય લોકોને સહકાર આપવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે








