GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના નાગરિકોને મળેલી આચારસંહિતાના ભંગને લગતી કૂલ ૮૪ ફરિયાદોનો હકારાત્મક નિરાકરણ

તા.૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સી-વિજિલમાં ૬૨, એમ.સી.સી. ટોલ ફ્રીમાં ૧૫, અને ૧૯૫૦માં ૦૭ ફરિયાદો નોંધાઈ

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં તા.૦૯ એપ્રિલ સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી ૮૪ ફરિયાદોનો ઉકેલવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં સી-વિજિલમાં ૬૨ ફરિયાદો, એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબરમાં ૧૫ ફરિયાદો, જિલ્લા સંપર્ક કેન્દ્ર – ૧૯૫૦ હેલ્પલાઈન નંબરમાં ૭ ફરિયાદો નોંધાયા બાદ તમામ ફરિયાદોનું તુરંત નિરાકરણ કરાયું હતુ. તેમ નોડલ ઓફિસર શ્રી એચ.કે.સ્વામીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button