MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી

MORBI:મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : મોરબીમાં દરેક તહેવારો અને વ્યક્તિગત પ્રસંગોની પણ અનોખી રીતે એટલે જે જીવન જરૂરી ચીજવસ્તુઓથી વંચિત હોય એવા બાળકો અને નિરાધાર લોકોને પ્રેમભાવથી એ ચીજવસ્તુઓ આપી તેના ચહેરાની ખુશી જોઈ પોતે પણ મન ચક્ષુથી ભાવ વિભોર થનાર યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. અભાવોથી વંચિત બાળકો કલર, પિચકારી, ખજૂર, મીઠાઈના બોક્સ આપી વિકાસ વિધાલયની તમામ બળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલોને કલરોની સાથે અંતરના ઉમળકાથી સ્નેહસભર રીતે રંગ લગાવતા ભારે હ્ર્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે,રંગોત્સવ એટલે સામેના વ્યક્તિની અંદર રહેલા કામ ક્રોધ, લાલચ, ધન લાલસા જેવા કાયરતા પૂર્ણ દુર્ગુણો ઉપર અબીલ ગુલાલના સંદગુણો રૂપી કલરોથી રંગીને જુના બધાય ગુણ દુર્ગુણ ભૂલીને સ્નેહથી નવેસરથી જિંદગી જીવવી. આવા જ આદર્શ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ આજે ધુળેટીની ઉજવણી કરવાના ભાગરૂપે અનેક અભાવોથી વંચિત જે જુદી જુદી જગ્યાએ આવેલ ઝૂંપટપટ્ટીમાં રહેતા બાળકોને કલર, પિચકારી, ખજૂર, મીઠાઈના બોક્સ આપી તેમજ વિકાસ વિધાલયની તમામ બળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલોને કલરોની સાથે અંતરના ઉમળકાથી સ્નેહસભર રીતે રંગ લગાવતા વૃદ્ધાશ્રમના વડીલો ભાવુક થઈ ગયા હતા. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વવારા દરેક તહેવારની ઉજવણી અનોખી રીતે કરવામાં આવે છે તેના ભાગરૂપે ધુળેટીના પવન અવસર પર જે અધર્મ પર ધર્મ ના વિજયરૂપે તથા તમામ ભેદભાવ ભૂલીને પ્રેમમય સમરસતા, સમાનતા અને દુશ્મનાવટ ભૂલીને મૈત્રીભાવ પ્રગટ કરીને દરેકને એકબીજાને સુખ દુઃખમાં અનુકૂળ રહીને જીવવું તેવો મેસેજ આપ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button