
મોરબીની માધાપરવાડી શાળામાં શિક્ષકોના સંતાનોના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી
મોરબીની માધાપરવાડી શાળાના 400 બાળકોને ભેળ ખવડાવી પ્રેરણાદાયી ઉજવણી કરતા શિક્ષકો

શાળાએ શિક્ષકોની કર્મભૂમિ છે. શિક્ષકો શાળા પરિવારને પોતાનો પરિવાર ગણતા હોય છે શિક્ષકો પોતાના સારા પ્રસંગો, આનંદના પ્રસંગોની ઉજવણીમાં શાળા પરિવારને વિદ્યાર્થીઓને સહભાગી બનાવતા હોય છે. અને આનંદની ઉજવણી કરતા હોય છે ત્યારે અત્રેની માધાપરવાડી શાળાના *શિક્ષક અરવિંદભાઈ કૈલાની સસુર ગૃહે રહેલી પુત્રી *શ્રધ્ધા*અને શિક્ષિકાબેન અલકાબેનના પુત્ર *દિપ* નો જન્મ દિવસ હોય શાળાની 400 જેટલા વિદ્યાર્થીઓ અને બંને શાળાના શિક્ષકોને સ્વાદિષ્ટ ચટાકેદાર સ્વનિર્મિત ભેળનું ભોજન કરાવી બંને શિક્ષક ભાઈ અને બહેને પોતાના સંતાનના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]








