યાત્રાધામ વિરપુર માં રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાએ વિદ્યાર્થીઓને ડેરી પ્રોડક્ટની સમજ આપી

તા.૧૬/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
યાત્રાધામ વિરપુર જલારામ ખાતે આવેલી માતૃશ્રી મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલમાં અભ્યાસ કરતી ધોરણ 11 અને 12 ની વિદ્યાર્થીની બહેનો માટે અભ્યાસના ભાગરૂપે તારીખ 12 જુલાઈ ના રોજ ઉદ્યોગોની મુલાકાત અન્વયે બાલાજી વેફર્સ તેમજ ગોપાલ ડેરી રાજકોટની મુલાકાતનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બાલાજી વેફર ખાતે તેમના વિવિધ યુનિટ બતાવી ઉત્પાદન પ્રક્રિયા તેમજ પેકિંગ અને માર્કેટિંગની બારીકાઈથી સમજણ આપેલ હતી તેમજ તેમના મેનેજિંગ ડિરેક્ટર અને સ્થાપક એવા ચંદુભાઈ વિરાણીએ વિદ્યાર્થીઓને તેમના શબ્દોથી મોટીવેટ કર્યા હતા.

તેમજ વિરપુરના પનોતા પુત્ર અને શાળાના ટ્રસ્ટી તેમજ રાજકોટ ખાતે ગોપાલ ડેરીના ચેરમેન તેમજ રાજકીય અને સામાજિક અગ્રણી ગોરધનભાઈ ધામેલીયા રાજકોટ ડેરી ખાતે હાજર રહી શાળાના વિદ્યાર્થીની બહેનોને વિવિધ ડેરી પ્રોડક્ટની ઉત્પાદન પ્રોસેસ તેમજ પેકિંગ અને ટેસ્ટિંગ લેબ બતાવી તેમના વિશે ઊંડાણપૂર્વક સમજણ આપેલ હતી. ડેરીના ચેરમેન ગોરધનભાઈએ દરેક વિદ્યાર્થી બહેનોને ભાવપૂર્વક મિષ્ટાન સાથેનુ ભોજન પણ કરાવેલ હતું અને વિઝીટ કરાવ્યા બાદ રાજકોટ ડેરીના પ્રખ્યાત પેંડાના ગિફ્ટ પેકેટ આપવામાં આવ્યા હતા.આ તકે શાળાના વિધાર્થીનીઓ તેમજ મોંઘીબા સ્કુલના આચાર્ય તથા શાળા પરિવારે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.








