GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સંસ્કાર ભારતી અને વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના સંયુક્ત ઉપક્રમે રંગોળી પ્રશિક્ષણ વર્ગ યોજાશે

સંસ્કાર ભારતી અને વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના સંયુક્ત ઉપક્રમે રંગોળી પ્રશિક્ષણ વર્ગ યોજાશે

મોરબી : સંસ્કાર ભારતી મોરબી અને વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના સંયુક્ત ઉપક્રમે રંગોળી પ્રશિક્ષણ વર્ગ (વર્કશોપ)નું આયોજન કરવામાં આવ્યું છે.

આ રંગોળી વર્કશોપમાં તજજ્ઞ તરીકે સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ભૂ અલંકરણ વિદ્યાના સંયોજક યોગેશજી યેવલે સેવા આપશે. આ પ્રશિક્ષણ વર્ગમાં જોડાવવા ઈચ્છતા તાલીમાર્થીઓએ વહેલાસર પોતાનું નામ નોંધાવી દેવાનું રહેશે. પ્રશિક્ષણ વર્ગ ઓપન મોરબી માટે રહેશે. જેમાં મોરબી શહેરના 12 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ જોડાઈ શકશે. રંગોળી પ્રશિક્ષણ વર્ગ આગામી તારીખ 14, 15 શનિ, રવિવારના રોજ બપોરે 3 થી 7વરિયા પ્રજાપતિ બોર્ડિંગ સો -ઓરડી જીલ્લા સેવા સદન પાસે મોરબી-૨ મુકામે યોજાશે. નોંધણી ફી ₹ 100/- રાખેલ છે. જે નામ નોંધણી વખતે જ ચૂકવવાની રહેશે.નામ નોંધાવાનની  તારીખ 11/10/2023 સાંજના 6 કલાક સુધી છે. નામ નોંધાવવા માટે મયુરીબેન કોટેચા (9275951954), ભાવનાબેન વામજા(9726160701), અશ્વિનભાઇ બરાસરા (9925072451), જયેશભાઇ બારેજીયા (9879399058)નો સંપર્ક કરવાનો રહેશે.

[wptube id="1252022"]
Back to top button