MORBI:શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષનું અદભુત રીત સ્વાગત કરતા મોરબીના ઔદ્યોગિક અગ્રણીઓ

MORBI:શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષનું અદભુત રીત સ્વાગત કરતા મોરબીના ઔદ્યોગિક અગ્રણીઓ

મોરબી : ભગવાન શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં 500 વર્ષના લાંબા અંતરાલ બાદ હવે કોરોડો હિન્દુસ્તાનિઓને જાણે હજુ પણ સ્વપ્ન લાગતું હોય એમ તાજેતરમાં અયોધ્યામાંમાં ભગવાન શ્રીરામ બિરાજમાન થયા છે. ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પર્વને સમગ્ર દેશવાસીઓએ દિવાળી જેવા ઉત્સવથી ઉજવ્યો હતો. દરમિયાન શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજ હાલ ગુજરાત પ્રવાસે છે અને સૌરાષ્ટ્રમાં પરિભ્રમણ કરતા કરતા તેઓ રાજકોટમાં પહોંચ્યા છે. ત્યારે મોરબી પોલીપેક ઉધોગ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ પનારા સહિતના ત્રણ મિત્રો સાથે આ ગુરુની મુલાકાત લઈ તેમને નત મસ્તક પ્રણામ કરીને ઉમળકાભેર સ્વાવત કર્યું હતું. અને નૃત્ય ગોપાલદાસ મહારાજની આધ્યાત્મિક વાણીથી જગદીશભાઈ સહિત ત્રણેય મિત્રોએ પ્રભાવિત થઈને સંસારમાં રહીને પણ આદર્શ નાગરિક તરીકેની ઉમદા જવાબદારી નિભાવવા અને પોતે એક ઉધોગપતિ હોય તેઓ પ્રજા તેમજ મજૂરોને સન્માનની દ્રષ્ટિએ જોઈને યોગ્ય રીતે સ્વમાનભેર જીવન તેવી આજીવિકા આપી અને હમેશા નીતિ નિયમોથી કામ કરવાની પ્રેરણા મેળવી હતી.








