WANKANER:વાંકાનેરમાં વહીવટદાર શાસનમાં પાલિકા દ્વારા કરાયેલ કામની ગુણવતા સામે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ ! રજુઆત કરી પણ આજદિન સુધી પરીણામ શુન્ય!

WANKANER:વાંકાનેરમાં વહીવટદાર શાસનમાં પાલિકા દ્વારા કરાયેલ કામની ગુણવતા સામે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ ! રજુઆત કરી પણ આજદિન સુધી પરીણામ શુન્ય!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાત માં લોકો ની વાત અને રજુઆત નેં આડા પાટે ચડાવી દેતુ તંત્ર શાસક પક્ષના ધારાસભ્ય નેં પણ ગાંઠતા નથી તેવું જાહેર થયું છે. વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવ્યા પછી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે વાંકાનેર શહેરમાં સીસી રોડ અને પેવર બ્લોક ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે કામગીરી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આ થઇ રહેલા કામોમાં ગુણવતા જળવાતી નથી તેમ જ રોડ ઉપર યોગ્ય લાઈન લેવલ જળવાતું ન હોવાની તેમજ અત્યંત નબળી કક્ષાની કામગીરી થતી હોવાનો આક્ષેપ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કર્યો છે.
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સાત તારીખ નાં રોજ પાલિકાના વહીવટદારને પત્ર લખીને નબળી કક્ષાની કામગીરી થતી હોવાથી ધ્યાન દોર્યું હતું અને સીસી રોડની કામગીરી બંધ કરી આ કામગીરી ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા કરી મજૂરી કામ કરાવવા તેમજ માલ સામાન પાલિકા દ્વારા ખરીદી કરી રોડના કામો કરાવવામાં આવે તો પાલિકાને આર્થિક ભારણ ન પડે અને કામની ગુણવતા જળવાઈ રહેશે તેવું સુચન કર્યું હતું. પરંતુ તેમની આ વાતને નજરઅંદાજ કરી દેવાતાં જીતુભાઈ સોમાણીએ તારીખ ૧૮-૧-૨૦૨૪ ના રોજ મોરબી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં પણ કલેકટરને પત્ર લખીને વાંકાનેર પાલિકા દ્વારા વહીવટી શાસનમાં ચાલતા સીસી રોડની કામગીરી પૂરી થઈ ગઈ છે તેની ગુણવતા અત્યંત નબળી છે તેનું જણાવ્યુ હતું તેમ છતાં કોઇ જ પગલાં લેવાયા નથી !. અગાઉની સંકલન બેઠક વખતે તાજેતરમાં બદલી પામેલા કલેકટર હતા ત્યારે શું નિર્ણય તેમના દ્વારા લેવાયા હતા. તે ચેક કર્યા પછી વર્તમાન કલેકટર જણાવશે તેવું હાલના કલેકટરે જણાવ્યું છે. અહી એ વાત જણાવી દઈએ કે સાસક પક્ષના ધારાસભ્ય ની વાતને પણ ગણકારતા ન હોય ત્યારે સામાન્ય નાગરિકની રજૂઆતનો શું થતું હશે તેઓ લોકોએ ચર્ચા થઈ રહી છે પરંતુ આ જે ગણકારતા નથી તે અધિકારીઓની પહોંચ ગાંધીનગર સુધી હોય તેવું પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે હવે ધારાસભ્ય કેવું આક્રમક વલણ અપનાવે છે તે જોવું રહ્યું?








