GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: મજૂરને ખેતરમાં કામે લઈ ગયા નો ખાર રાખી વૃદ્ધ ઉપર ધોકા વડે હુમલો

મોરબી: મજૂરને ખેતરમાં કામે લઈ ગયા નો ખાર રાખી વૃદ્ધ ઉપર ધોકા વડે હુમલો

મોરબી તાલુકાના વાઘપર ગામે ખેતરે કપાસ વીણવા મજુર રાખવા બાબતે ગામમાં જ રહેતા આરોપી દ્વારા વૃદ્ધ સાથે બોલાચાલી કરી ધોકા વડે માર માર્યો..

મોરબીના વાઘપર ગામની પંચવટી સોસાયટીમાં રહેતા ગોરધનભાઇ નાનજીભાઇ કડીવાર ઉવ.૬૨ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિનોંદભાઇ બચુભાઇ કડીવાર રહે-વાઘપર તા.જી મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગોરધનભાઈ પોતાના ખેતરે કપાસ વિણવા માટે મજુર મુકીને પરત આવતા હતા ત્યારે આરોપી વિનોદભાઈએ વાઘપર ગામના ઝાપા પાસે ગોરધનભાઈને ઉભા રાખી કહેલ કે ‘મારા મજુરને કેમ તમારા ખેતર કપાસ વિણવા લઇ ગયેલ છો’ તેમ કહી ગોરધનભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી, ધોકા વડે ખંભાના ભાગે ફેકચર કરી તેમજ હાથના પંજામા તથા સાથળમા ધોકા વડે મુઢ ઇજા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનોદભાઈ બચુભાઈ કડીવાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button