GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:નવો નેશનલ હાઇવે પસાર કરવા મામલે માત્ર લુંટાવદર ગામના ખેડૂતોને નોટીસ: ચાર ગામના ખેડૂતોને નોટીસ નહીં હાજર રહેવા બોલાવાયા.

MORBI:નવો નેશનલ હાઇવે પસાર કરવા મામલે માત્ર લુંટાવદર ગામના ખેડૂતોને નોટીસ: ચાર ગામના ખેડૂતોને નોટીસ નહીં હાજર રહેવા બોલાવાયા.

13 ગામના ખેડૂતોને કોઈપણ શરતે નવો નેશનલ હાઇવે મંજૂર નથી: ખેડૂતોનો આક્રોશ

મોરબી તાલુકાના લૂંટાવદર નજીકથી નવો નેશનલ હાઇવે પસાર કરવા મામલે નોટિફીકેશન જાહેર થતા તરઘરી, વનાળીયા, ખાખરાળા, અમરેલી, લુંટાવદર સહિતના ગામોના ખેડૂતોએ અગાઉ પ્રાંત આધિકારી સમક્ષ રજૂઆત કરી જણાવ્યું હતું કે, નવા હાઇવેમાં 26.89 હેકટર જેટલી વ્યાપક કપાતમાં જતી હોય જે ખેડૂતોને મંજુર નથી. જે બાદ ગઈકાલે તા.28ના રોજ માત્ર એક લુંટાવદર ગામના ખેડૂતોને તા.29ના રોજ અચાનક જ રૂબરૂ પ્રાંત અધિકારી સમક્ષ હાજર રહેવા નોટીસ મળી હતી. જ્યારે બીજા વનાળીયા, ખાખરાળા, અને અમરેલી સહિતના ખેડૂતોને વગર નોટીસે બોલાવવામાં આવ્યા હતા.

આ અંગે વિગતે વાત કરીએ તો મોરબી-પીપળીયા-નવલખી રાષ્ટ્રીય રાજમાર્ગ નવો પ્રોજેકટને ચારમાર્ગીય કરવાના કામ મા તાલુકાના ગામો ને જમીન સંપાદન કરવા માટે નેશનલ હાઈવે અધિનયમ-1956 કલમ 3 (એ) હેઠળનું જાહેરનામું તા.31.05.2023ના રોજ ગુજરાતી દૈનિક પત્ર સંદેશ તથા અંગ્રેજી દૈનિક પત્ર ઇન્ડિયન એકપ્રેસસમાં પ્રસિદ્ધ થયું હતું. જેથી લૂંટાવદર ગામના ખેડૂતોએ સામુહિક વિરોધ કરી પ્રાંત અધિકારીને તા.05/06/2023ના રોજ રજુઆત કરતા જણાવ્યું હતું કે, નવલખી હાઇવે 2 લેનનો છે અને સરકારે ફોરલેન મંજુર કર્યો છે ત્યારે નવા કોઈ હાઈવેની જરૂરત નથી. ઉપરાંત નવા હાઇવેમાં ખેડૂતોની 26.89 જેટલી વિશાળ ઉપજાવ જમીન કપાતમાં જતી હોવાનો પણ વ્યાપક વિરોધ કર્યો હતો. નેશનલ હાઇવે દ્વારા આ કપાત કરવામાં ક્યાં ખેડૂતની કેટલી જમીન કપાત થનાર છે, કેટલું વળતર આપવામાં આવશે તે સહિતની બાબતો અંગે કોઈ સ્પષ્ટતા ન હોય તમામ બાબતો સામે વિરોધ પ્રગટ કરી દસ દિવસમાં તમામ બાબતો અંગે હાઇવે ઓથોરિટી સ્પષ્ટતા કરે તેવી માંગ ઉઠાવી હતી.

ત્યારે રજૂઆત સંદર્ભ વાંધા અરજીની રજુઆત કરવા માટે ગઈકાલે તા.28 નવેમ્બરના રોજ નોટીસ મળી હતી જેમાં તા.29 નવેમ્બરના રોજ પ્રાંત અધિકારી સમક્ષ હાજર રહેવા માત્ર લુંટાવદર ગામના ખેડૂતોને નોટીસ પાઠવવામાં આવી હતી. જ્યારે અન્ય ખાખરાળા, અમરેલી, વનાળિયા ગામના ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. અન્ય ગામોને નોટીસ પાઠવવામાં ન આવી હતી. ચાર ગામના ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક એક દિવસમા વાંધાજનક કેવી રીતે જવાબ રજૂ કરવો ? અત્યારે રવિ પાકની સિઝનમાં ખેડૂતો જીરું, ઘંઉ, ચણા જેવા પાકોના વાવેતરના કામોમાં લાગેલા છે અને અત્યારે એક કિમિના અંતરે sh24 રોડ હયાત છે તો ત્યાં ફોરલેન કરવા વિનંતી અને 13 ગામોના ખેડૂતોને કોઈ પણ શરતે નવો રોડ મંજુર નથી.

ત્યારે આ લુંટાવદર ગામના ખેડૂત નિતેશભાઈ બાવરવાએ જણાવ્યું હતું કે, ભારતમાળા પ્રોજકટ હેઠળ મોરબીથી નવલખી nh 151 નવો ચાર રસ્તા હાઈવે 13 ગામોના નાના ખેડૂતોની ફળદ્રુપ ઉપજાવ જમીનને નુકસાન કરશે. નવા સર્વે મુજબ ભારતમાળા પ્રોજેકટ નવલખી મોરબી nh 151 અને જૂના નવલખી મોરબી હાઈવે sh 24ની વચ્ચેનું સરેરાશ અંતર 1 કિમિથી 2 કિમિની આસપાસ છે તથા nh 8 કંડલા હાઈવે પણ નજીકના અંતરમાં જોડાઈ છે તો આટલા નજીકના અંતરમા નવો હાઈવે બનાવીને ખેડૂતોને શુ લાભ મળશે ? નવા નવલખી મોરબી nh 151થી નાના ખેડૂતોની ફળદ્રુપ જમીનનો નાશ થાય છે, મચ્છુ 2 સિંચાઈ યોજના મા પણ અવરોધ થશે, વરસાદ ના પાણી થી નિકાલ મા પણ અવરોધ થશે, પર્યાવરણ ને પણ નુકસાન થશે. તેથી એવો આગ્રહ છે કે નાના ખેડૂતો ની જમીન નાશ ન થાય તેના માટે જુના નવલખી મોરબી sh 24 ને હાઈવે ને ફોરલેન બનાવી ને જોડી આપો અને નવા ભરાતમાળા પ્રોજેકટ નવલખી મોરબી nh 151ને રદ કરી આપો. સરકારનો એક નારો હતો કે અમે ખેડૂતોની આવક બમણી કરીશું, પણ ખેતી માટે જમીન નહીં હોય તો ઉપજ કેવી રીતે આવશે ?? આવક બમણી કેવી રીતે થશે ? કૃપા કરી ને આ મુદા ઉપર પગલા લઇ અને ખેડૂતોના હિત માટે ફરીથી વિચાર કરશો એવી તમારી પાસે અપેક્ષા છે, અમને પૂર્ણ વિશ્વાસ છે તમે અને આપણી સરકાર આ મુદ્દા ઉપર ખેડૂતોના હિત માટે નિર્ણય લેશે અને જલ્દીથી આ મુદ્દા ઉપર કાર્યવાહી કરશે.

[wptube id="1252022"]
Back to top button