
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ માં હાઈકોર્ટેએ મોરબી નગરપાલિકાને લીધી ઉધળી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશન પર સુનાવણી થઈ. કોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલને સુઓમોટો પિટિશનમાં પક્ષકાર તરીકે જોડ્યા. હાઇકોર્ટે મોરબી નગરપાલિકાનો ઉધડો લીધો અને કહ્યું બ્રિજની સ્થિતિ ખરાબ છે એ ખબર હતી તો કેમ પગલાં ના લીધા? રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને બરખાસ્ત કરવા માટે પગલાં લીધા હોવાની કોર્ટને જાણ કરાઇ. મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263 હેઠળ નોટિસ અપાઈ હોવાની પણ કોર્ટને જાણ કરાઈ. કોર્ટે કહ્યું કે ઓરેવા ગ્રુપના લોકો બ્રિજનું ઉદઘાટન કરીને શરૂ કરી દીધો, તો તમે શું કરતા હતા?

[wptube id="1252022"]








