ટંકારા: મુખ્ય ચોકમાં કોઈ અજાણ્યા ત્રણ શખ્સોએ “કપિરાજ” ની પત્થરની બેઠેલી મુર્તિ મુકીને રફુચક્કર

ટંકારા: મુખ્ય ચોકમાં કોઈ અજાણ્યા ત્રણ શખ્સોએ “કપિરાજ” ની પત્થરની બેઠેલી મુર્તિ મુકીને રફુચક્કર

(Box ) જાગરણના દિવસે શું તાંત્રિક વિધિ થઈ ? ટંકારામાં કપિરાજની મૂર્તિ કંકુ ગુલાલને કપડું ઓઢાડી ગયા..
ગત રાત્રે સાડા બાર ના ટકોરે ટંકારા ગામે ઉગમણા નાકા ના મુખ્ય ચોકમાં કોઈ અજાણ્યા ત્રણ શખ્સો એ “કપિરાજ” ની પત્થરની બેઠેલી મુર્તિ ને લાલ કપડું ઓઢાડી,ગુલાલ છાંટી રસ્તા વચ્ચો વચ્ચ બેસાડી ગયેલ હતાં ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા ત્યાંથી પસાર થતાં હતાં તેને બાઈક લઈને આવતા જોઈ બાજુનાં લત્તામાં ગાયબ થઈ ગયાં ઘણી શોધખોળ કરી પણ મળ્યા નહિ. ત્યા આજુબાજુ વાળા જાગી જતા તેની મદદ લઈ સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, ભગવાનજીભાઈ દેવજી ભાઈ વગેરેએ રાત્રે નીકળતા વટેમાર્ગુ કે અન્ય બીજાં કોઈ લોકો ડરી ના જાય તે હેતુ થી મહા મહેનતે બહુ જ વજનદાર પત્થર ની મુર્તિ હોવાથી ચાર જણાએ એકઠા થઈ ઊંચકીને”કપિરાજ”ને બાજુના પીલર પર બિરાજમાન કર્યા હતાં. રાત્રે કોઈ વ્યક્તિ ડરી જાય એવુ બિહામણું સ્વરૂપ લાગતું હતું. કાલે જયા પાર્વતી નું જાગરણ હોય કદાચ કોઈ એ મેલી વિધિ કરવાનાં હેતુંથી આવું કાર્ય કર્યું હોય એવુ અનુમાન થઈ રહ્યું છે. તેનો વિડિયો વાયરલ થયો હતો. એક તો હમણાં થી ટંકારા ગામમાં નિશાચરો ના આંટાફેરા વધી ગયાં છે અને તેમાં પણ ગત રાત્રે બનેલ આવી રહસ્યમય ઘટના થી ટંકારા શહેરમાં ચર્ચા એ જોર પકડ્યું છે.









