
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
નવસારી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારીશ્રી તરીકે પુષ્પ લતાએ કાર્યભાર સંભાળી લીધો છે. નવસારી જિલ્લાના વિકાસની ધુરા સંભાળતા પુષ્પ લતાએ સહર્ષ જણાવ્યું હતું કે નવસારી જિલ્લો વિકાસની હરોળમાં અગ્રેસર બની રહે તે માટે નાગરિકોની પાયાની જરૂરિયાતો છેવાડાના વિસ્તારો સુધી પહોંચે તે માટે વહીવટીતંત્ર કટીબધ્ધ છે. સાથે, નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસમાં જનભાગીદારી થકી લોકો સરકારની યોજનાઓનો સરળતાથી અને સુચારુ રીતે લાભ લે તે માટે સતત કાર્યશીલ રહેવા નેમ વ્યક્ત કરેલ હતી.
અગાઉ, તેઓ ભરૂચ અને ભાવનગર જિલ્લાઓમાં અલગ-અલગ પદ પર ફરજ બજાવી ચૂક્યા છે. અને છેલ્લે, ગાંધીનગર સ્થિત મહિલા અને બાળ વિકાસ કમિશ્નરની કચેરી ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવેલ છે.
[wptube id="1252022"]