
રાજકોટમાં એક બનો નેક બનો સંસ્થાના પ્રમુખે તિરંગા ને આપી સલામી

“તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી શિક્ષણ કીટ વિતરણ કરી હતી”
રાજકોટમાં આન બાન શાન સાથે સેવાકીય કાર્યકર્તિ સંસ્થા એક બનો નેક બનો એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે સંસ્થાના પ્રમુખે રાષ્ટ્ર તિરંગાને ફરકાવી સલામી આપી હતી ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યું હતો ખ્વાજા ગરીબ નવાજ ના છઠ્ઠી મુબારક પ્રસંગે દર વર્ષે વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આ વર્ષે જોગાનું જોગ ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિન નિમિત્તે સમાજ ચિંતક એવા રાષ્ટ્રચિંતક સંસ્થાના પ્રમુખ હાજીભાઈ બુચડ રાષ્ટ્રધ્વજનને ફરકાવી તિરંગા ને સલામી આપી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સંસ્થાના આયોજકો સહિત અતિથિ વિશેષ મહેમાન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં યુનુસ ભાઇ જુણેજા હાજી સાબ મહેબુબભાઇ મલેક ખાનભાઇ તેમજ યુનુસભાઈ વિગેરે કાર્યક્રમને સફળ બનાવવામાં સહભાગી થયા હતા રાષ્ટ્ર તિરંગા ની સલામી આપતા સંસ્થાના પ્રમુખ અને વિદ્યાર્થીઓ તસવીરમાં દ્રશ્યમાન થાય છે









