ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામમાં દાલમિયા કંપની ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કંપનીના કામદારોને મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા પ્રેરિત કરાયા
***
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે સહભાગી થાય, ચૂંટણી પ્રક્રિયા અંગે જરૂરી જાણકારી મેળવે અને મહત્તમ સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય તે હેતુ મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામમાં આવેલ દાલમિયા કંપની ખાતે મામલતદારશ્રી વી.કે.વરૂના અધ્યક્ષ સ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે કંપનીમાં કામ કરતા કામદારોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪મા અચુક મતદાન કરવાં પ્રેરિત કર્યા હતા. અને અન્ય નાગરીકોને પણ મતદાન કરવા પ્રેરીત કરવા જણાવ્યું હતું. મામલતદારશ્રી દ્વારા કંપની સાથે મતદાન જાગૃતિ અંતર્ગત MOU કરવામાં આવ્યા છે. તેમજ મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.









